HomeGujaratમોરબીમાં પત્ની સાથે અવાર નવાર થતા ઝઘડાથી કંટાળી યુવાને ગળેફાંસો ખાઈ જીવન...

મોરબીમાં પત્ની સાથે અવાર નવાર થતા ઝઘડાથી કંટાળી યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

મોરબીના ખોખરા હનુમાન રોડ પર પોલો સર્કલ પાસે આવેલા ઉમા કટીંગ ઝોન નામના કારખાનાના લેબર ક્વાર્ટર્સમાં રહેતા અને મૂળ એમપીના વતની અનિલભાઈ ગોપાલભાઈ નામના યુવકને તેની પત્ની સાથે નાની નાની વાતોમાં બોલા ચાલી અને ઝઘડો થયો હતો. જે બાબતે યુવકને મનોમન લાગી આવતા પોતાની જાતે ઉમા કટીંગ ઝોન નામના કારખાનાની ઓરડીમાં લોખંડની ઇગલ સાથે ફંદો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જે બાદ તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કર્યા હતા. આ મામલે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મૃત્યુ અંગે એડી નોંધ કરી તપાસ હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW