હળવદ તાલુકાના ટીકર ગામે તા.9 /12/ 2019ના રોજ ધીરજભાઈ ત્રીકમભાઈ ચૌહાણ પોતાની વાડીએથી બેદરકારીપૂર્વક અને ગફલતભરી રીતે ટ્રેક્ટર બહાર કાઢતા હતા. તેઓએ ત્યાંથી પસાર થતા બાઈકને ટક્કર મારી હતી. જેથી બાઇક ચાલક ઈશ્વરભાઈને મુંઢ માર ઇજાઓ થયેલ હતી અને પાછળ બેઠેલા શંકરભાઈને પગમાં ફેક્ચર થયું હતું. આ ઘટના બાદ ઈશ્વરભાઈએ હળવદ પોલીસ સ્ટેશન ખાતે ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
આ અકસ્માતનો કેસ હળવદ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ અનિલભાઈ માલવાણીયાની દલીલોને ધ્યાને લઈ કોર્ટે આરોપી ધીરજભાઈ ચૌહાણને કસૂરવાર ઠેરવી 6 માસની કેદ અને રૂ.2000નો દંડ ફટકાર્યો છે.

