સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી તેમજ મહા નગર પાલિકાઓની જાહેરાત થતા ત્યાં અગામી મહિનાઓમાં ચૂંટણી યોજાય તેવી શક્યતાને ધ્યાને લઇ ભાજપ દ્વારા શહેર અને તાલુકાના હોદેદારોની નિમણુક કર્યા બાદ હવે જીલ્લા ભાજપ પ્રમુખ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં આજે દરેક જિલ્લામાં ભાજપ પ્રમુખ માટે ઉમેદવારી ફોર્મ લેવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ માટે ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા જેમાં બપોર ૧ વાગ્યા સુધીમાં કુલ 18 ઉમેદવારોએ તેની દાવેદારી નોધાવી છે આ દાવેદારીમાં હાલના જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડ દલવાડી હાલ જિલ્લા મહા મંત્રી જેઠાભાઈ મિયાત્રા,નરેન્દ્રસિંહ નાથુભા ઝાલા, કે એસ અમૃતિયા,પૂર્વ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ રઘુભાઈ ગડારા મંજુલાબેન દેત્રોજા, રવિ સનાવડા, અરવિંદ વાંસદડીયા, હિરેન પારેખ અને વાસુ પટેલ જીતુભાઈ પટેલ , ભાણજી વરસડા, ભગવાનભાઈ મેર, ગોરધન સરવૈયા, નિર્મલ જારીયા, રાજેન્દ્ર સિંહ ઝાલા, કિરીટ અંદરપા મળી કુલ 18 ઉમેદવારોએ દાવેદારોએ તેની દાવેદારી નોધાવી છે હવે આ ઉમેદવારોના નામની નિરીક્ષકો દ્વારા ઉમેદવારોમાંથી પસંદગી પ્રકિયા હાથ ધરશે