(1) મોરબીના શનાળા ગામે નવા પ્લોટમાં ફ્લેટમાં રહેતા કાંતિલાલ રૂપચંદભાઈ કોઠારીએ બંધ રૂમમાં સગડી ચાલુ રાખી હોય ધુમાડામાં ગૂંગળાઈ જતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યા હતા. આ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ થતા તેના મુત્યુ એડી નોંધ કરી છે.
(2) હળવદ સાંદિપની સ્કૂલ નજીક રહેતા પિન્ટુ ગુમાનસિંગ ધાણક ઉ.17 નામનો સગીર રખડતો હોય જે મામલે માતાએ ઠપકો આપતા ગુસ્સામાં ગત તા.- 28/12/2024ના રોજ ઘરમાં પડેલી ઉધઈની દવા પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
(3) મોરબીના ખારચીયા ગામે સેવનપંખ કારખાનામાં રમતા રમતા પહેલા માળેથી પડી જતા રીતિકા અકેશભાઈ રાવત ઉ.3નામની બાળકીને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડી ગયા હતાં. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
(4) મોરબી તાલુકાના શાપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ પાસે આવેલ સ્કાય ટચ કારખાનામાં કામ કરતી વખતે ઉંચાઈ ઉપરથી પડી જતા કાંતિલાલ મગનલાલ કાલરીયા રહે.જીવાપર વાળાને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે મોરબી તાલુકા પોલીસને જાણ થતા તેને મુત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

