ટંકારાના ધુનડા (સજનપર) ગામે રહેતા મેરૂભાઇ વિનોદભાઇ પાટડીયા ઉ.વ.- 24 વાળાએ આરોપી મયુર પરેચા વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ નોધાવતા જણાવ્યું હતું કે, મયુરને અગાઉ ફરીયાદી સાથે માથાકુટ થયેલ હોય તે બાબતે ખાર રાખી મેરૂભાઇને શેરીમાં નીકળવાનું નહી તેમ કહી જેમફાવે તેમ ગાળો આપી લાકડી વડે માર મારી જમણા પગમા ગોઠણ પાસે ફેકચર જેવી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે મેરૂભાઇની ફરીયાદ આધારે પોલીસે શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.