Saturday, January 18, 2025
HomeGujaratરાજકોટની ગોપાલ નમકીન ફેકટરીમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગને કાબુ મેળવવા...

રાજકોટની ગોપાલ નમકીન ફેકટરીમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગને કાબુ મેળવવા પ્રયત્ન

Advertisement
Advertisement

રાજકોટની મેટોડા GIDCમાં આવેલી ગોપાલ નમકીનની ફેકટરીમાં ભીષણ આગ લાગતાં દોડધામ મચી છે. કંપનીના મેનેજરના જણાવ્યા મુજબ, દરરોજ તેમની કંપનીમાં 400-500 કામદારો ઉપસ્થિત હોય જ છે. જોકે, આજે બુધવારની રજા હોય કામદારોની સંખ્યા દરરોજ કરતા ઓછી હતી. હાલ આગની ઘટનામાં અંદર કોઈ ફસાયું છે કે નહીં એ અંગે માહિતી મળી નથી. આ આગને કારણે 1 કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે અને ફેક્ટરીની આસપાસના વિસ્તારમાં લોકોનાં ટોળાં મોટી સંખ્યામાં એકઠાં થઇ ગયાં છે. ભીષણ આગના પગલે મેજર કોલ જાહેર કરાતા રાજકોટ ઉપરાંત આસપાસના તાલુકામાંથી પણ ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. આ ઉપરાંત ખાનગી ટેન્કરો પણ દોડાવવાની ફરજ પડી છે. આગની દુર્ઘટનામાં ત્રણ લોકોને સામાન્ય ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. હજી સુધી જાનહાનિના કોઈ સમાચાર નથી.

રાજકોટ મેટોડા GIDCમાં આવેલ ગોપાલ નમકીન યુનિટ કુલ 5 માળનું આવેલું છે. આ 5 માળના બિલ્ડિંગમાં નમકીન બનાવવાના યુનિટમાં આગ લાગતા સતત બે કલાકથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આગ પર કાબુ મેળવવા માટે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. સતત બે કલાકથી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન થઇ રહ્યા છે, પરંતુ હજુ સુધી આગ કાબુ આવી નથી. આંગણું વિકરાળ સ્વરૂપ જોતા આ આગને કાબુમાં આવતા હજુ પણ સમય લાગી શકે તેમ છે. જો કે સંપૂર્ણ આગ ક્યારે કાબુમાં આવશે તે હાલના તબક્કે કહેવું મુશ્કેલ છે.

ફેક્ટરીમાં બોક્સ અને પ્લાસ્ટિક બેગ વધુ પ્રમાણમાં હોય આગ વિકરાળ બની હોવાનું લાગી રહ્યું છે. ગોપાલ નમકીનના મેનેજરે માહિતી આપતા કહ્યં હતું કે, અમારી કંપનીમાં 400-500 માણસો લોકો હાજર જ હોય છે. આગનો બનાવ બન્યો છે તેને કાબૂ લેવા માટે ફાયરબ્રિગેડની ટીમ કામ કરી રહી છે. હજી સુધી અંદર કોઈ ફસાયાની જાણકારી મળી નથી. ફેક્ટરીમાં લાગેલી આગ વિકરાળ બનતા મેજર કોલ જાહેર કરાયો છે. હાલ રાજકોટ ઉપરાંત આસપાસના તાલુકામાંથી પણ ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. પરંતુ, આગ વિકરાળ હોય આસપાસથી ખાનગી પાણીના ટેન્કર મંગાવીને પણ હાલ પાણીનો મારો ચલાવાઈ રહ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,740FollowersFollow
2,580SubscribersSubscribe

TRENDING NOW