HomeGujaratમાળિયામાં ઘરની પાસે બેઠેલા યુવાનની ફાયરીંગ કરી હત્યા શહેર ભાજપ પ્રમુખ તેના...

માળિયામાં ઘરની પાસે બેઠેલા યુવાનની ફાયરીંગ કરી હત્યા શહેર ભાજપ પ્રમુખ તેના ભાઈ સહિત 6 સામે ફરિયાદ

માળિયા મિયાણા શહેરમાં સોમવારે રાત્રીના સમયે હેદર સુમારભાઈ મોવર નામનો યુવાન તેના ઘર પાસે બેઠો હતો તે દરમિયાન એક કાર ધસી આવી હતી. અને તેમાંથી શફીર મુસાભાઈ મોવર અને ચાર અજાણ્યા શખ્સ બહાર નીકળ્યા હતા અને બંધુક જેવું હથીયાર કાઢી સીધું હૈદર સામે તાકી ફાયરીંગ કર્યું હતું અને બંધુકનો અવાજ આવતા પરિવારના સભ્યો બહાર નીકળીને જોતા હેદર નીચે પડી ગયો હતો જે બાદ યુવાનનો નાનો ભાઈ અને પરિવારના સભ્ય તાત્કાલિક મોરબી સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લાવ્યા હતા જોકે સારવાર પૂર્વે હેદર મોવરનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. જે બાદ તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયો હતો

બનાવ અંગે મૃતકના પત્ની સાઈનાબેન હેદરભાઈ ફાયરીંગ કરનાર શફીર મુસાભાઈ મોવર તેમજ તેના ભાઈ ઇલીયાસ મુસાભાઈ  મોવર (માળિયા શહેર ભાજપ પ્રમુખ) તેમજ 4 અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોધાવી છે જે ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW