હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે જી.આઇ.ડી.સી.માં જી.ઇ.બી. પાછળ રેડ મારતા ત્યાં જાહેરમાં જુગાર રમતા ઇકબાલભાઇ ગુલામભાઇ કટીયા, રાણાભાઇ વિરાભાઇ સોલંકી, કાસમભાઇ ઇસાકભાઇ સંધવાણી, ગીતાબેન વિનુભાઇ સોલંકી અને જયાબેન કેશુભાઇ ગોઢાણીયાને પોલીસે પકડી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 13,950નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. હળવદ પોલીસે તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ મુજબ ગુનાની નોધ કરી છે.