હળવદ પોલીસને મળેલ બાતમીના આધારે ચુપણી ગામે રેડ કરી હતી. રેડ દરમિયાન આરોપી વશરામભાઈની વાડીમાંથી દેશી દારૂ બનાવાનો 200 લીટરના 18 બેરલમાં 3600 લીટર આથો રૂ.-90,000, અને બે 50 લીટરના કેરબામાં 100 લીટર દેશી દારૂ કુલ રૂ.- 20,000નો જથ્થો તેમજ હાથ બનાવટી બંદૂક સહીત કુલ રૂ.- 1,15,000નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આ મુદામાલ સાથે આરોપી વશરામભાઇ ભુરાભાઈ મકવાણા રહે. ચુપણી ગામ, હળવદવાળાને પકડી લીધો હતો, અને દીપુબેન વશરામભાઇ મકવાણા નામની મહિલાની ઘટના સ્થળે હાજર ન મળતા તેને ફરાર બતાવી હળવદ પોલીસે તે બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદના ચુપણી ગામે દેશી દારૂ અને હાથ બનાવટી બંદૂક સાથે એક ઇસમની ધરપકડ
RELATED ARTICLES

