મોરબીમાં જન્મદિવસ લગ્ન વર્ષગાઠ તેમજ વડીલના અવસાન બાદ તેમના પુણ્યતિથિની સેવાકીય કાર્ય થકી ઉજવણી કરવાની પહેલ ચાલી રહી છે અલગ અલગ દિવસે લોકો આ પ્રકારની પ્રવૃત્તિ કરતા રહે છે અને આવી સેવાકીય ભાવનાને ધ્યાને રાખી
જયશ્રી માનવસેવા ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના ઉપપ્રમુખ કપિલભાઈ રાઠોડ ના દાદીમાની પુણ્યતિથિ નિમિતે મોરબીના સામાંકાઠા મયુરપુલ નીચે આવેલ ઝૂંપડપટ્ટી લીલાપર રોડ પર આવેલ ઝૂંપડપટ્ટી નવલખી રોડ પર પરશુરામધામ નજીક આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા જરૂરિયાત મંદ પરિવાર ને નાસ્તારૂપે પફ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં જયશ્રી માનવસેવા ટ્રસ્ટ ના પ્રમુખ તેમજ અલગ પ્રવુતિમાં સતત સક્રિય મહિલા આગેવાન જયશ્રીબેન વાઘેલા, વ્રજ તેમજ અન્ય બહેનો જોડાયા હતા..


