HomeGujaratબારડોલી તાલુકાના ભામૈયાના રસ્તા પર બિનવારસી ત્રણ પોટલા ભરીને બ્લડ સેમ્પલની ટ્યૂબ...

બારડોલી તાલુકાના ભામૈયાના રસ્તા પર બિનવારસી ત્રણ પોટલા ભરીને બ્લડ સેમ્પલની ટ્યૂબ મળતા ચકચાર

સુરતના બારડોલી તાલુકાના ભામૈયા ગામેથી બિનવારસી હાલતમાં બ્લડ સેમ્પલો મળી આવ્યા હતા. માર્ગ ઉપરથી રઝળતી હાલતમાં બ્લડ સેમ્પલની અંદાજે 5000 ટ્યૂબો મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. જેની જાણ થતાં જ તંત્ર દોડતું થયું હતું. મામલતદાર સહિત આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી. છેલ્લા કેટલાય સમયથી ખ્યાતીકાંડ બાદ આરોગ્ય તંત્ર પર કંઈ કેટલાય સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે, આ ઘટનાથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ બ્લડના સેમ્પ્લો ક્યાંથી આવ્યા, બ્લડ સેમ્પલો વાહનમાંથી પડી ગયા કે કોઈ ફેંકી ગયું તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ રઝળતી હાલતમાં અધધ બ્લડ સેમ્પલોની ટ્યૂબો રસ્તા ઉપરથી મળી આવતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સમગ્ર બનાવને લઈ આરોગ્ય વિભાગે આ કૃત્ય કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ હાથ ધરી છે.

બારડોલી તાલુકા મામતદારે જણાવ્યું હતું કે, બિનવારસી હાલતમાં બ્લડ સેમ્પલો પડ્યા હોવાની જાણ થતાં જ બારડોલી ​​​​​​​તાલુકા હેલ્થ ઓફિસર તેમજ આસપાસની ગ્રામ પંચાયતના સરપંચો તુરંત સ્થળ પર દોડી ગયા હતા. જ્યાં અંદાજિત 5000 બ્લડ સેમ્પલ પડ્યા હોવાનું અનુમાન છે. ચારથી પાંચ વર્ષ જૂના બ્લડ સેમ્પલ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. બ્લડ સેમ્પલની ઉપર કોઈપણ હોસ્પિટલ કે લેબોરેટરીનું નામ લખ્યું નથી, ફક્ત દર્દીઓના નામ લખ્યા છે. હાલ આ અંગે તપાસ ચાલુ છે.

બારડોલી તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. પંકજે જણાવ્યું હતું કે, આજ રોજ મને કોલ આવ્યો હતો કે, ભમૈયા ગામે રસ્તા પર બ્લડ સેમ્પલની ટ્યૂબો પડેલી હોય, અમે સ્થળ મુલાકાત લીધી છે. ત્યાં લગભગ 500થી 700 જેટલી ટ્યૂબો બહાર પડેલી છે. આ સિવાય ત્રણ પોટલા પણ જોવા મળ્યા હતા. આ અંગે અમે તપાસ કરી રહ્યા છીએ. સાથે જ પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરવામાં આવી છે. જે કોઈ ગુનેગાર હશે તેના પર બાયો મેડિકલ વેસ્ટને ગમે ત્યાં નાખવા બાબતે ગુનો દાખલ કરવામાં બાબતે કાર્યવાહી કરીશું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW