મોરબીના ચંદ્રેશનગર મુનનગર ચોકમાં ગત તા.- 7/11/2024ના રોજ રાજેન્દ્રભાઇ મોહનભાઇ દેત્રોજા નામના વૃદ્ધ મુનનગર ચોકમા પાનની દુકાને ઉભેલ હોય ત્યારે તે આરોપી વિજયભાઇ ત્રીભુવનભાઇ સવસાણી અને પીયુષભાઇ ત્રીભુવનભાઇ સવસાણીઓ જાહેરમાં પોતાના પત્નીઓ સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા હોય તે સમયે વૃદ્ધે તેને ઝઘડો નહી કરવાનુ કહેતા આરોપીઓએ ફરી.સાથે બોલાચાલી કરી ભુંડી ગાળો આપી મુઢમાર મારી ઈજા પહોચાડી હતી. જે બાદ રાજેન્દ્રભાઇ દેત્રોજાએ તે બંને શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

