ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં આવેલા ક્વેટા રેલવે સ્ટેશન પર શનિવારના રોજ એક પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ ઘટનામાં 24 લોકોના મોત થયા હતા. જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘટના બાદ તાત્કાલિક રાહત બચાવની ટીમ પહોચી હતી અને ઘાયલ લોકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા
પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચે તે પહેલા જ રેલવે સ્ટેશનની બુકિંગ ઓફિસમાં બ્લાસ્ટ થયો હતો. જાફર એક્સપ્રેસ સવારે 9 વાગ્યે પેશાવર જવા રવાના થવાની હતી. પ્રાથમિક તપાસમાં આ આત્મઘાતી હુમલાખોરનો મામલો જણાય છે. આ અંગે તપાસ ચાલુ છે.બલૂચ લિબરેશન આર્મીએ આ હુમલાની જવાબદારી લીધી છે. બલૂચ લિબરેશન આર્મી (BLA)ના પ્રવક્તાએ કહ્યું, “અમે ક્વેટા રેલવે સ્ટેશન પર પાકિસ્તાની સેના પર થયેલા આત્મઘાતી હુમલાની જવાબદારી સ્વીકારીએ છીએ. આજે સવારે ક્વેટા રેલવે સ્ટેશન પર પાકિસ્તાની આર્મી યુનિટ પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો.જ્યારે તેઓ ઈન્ફન્ટ્રી સ્કૂલમાંથી કોર્સ પૂરો કર્યા બાદ જાફર એક્સપ્રેસથી પરત ફરી રહ્યા હતા. આ હુમલો BLAના આત્મઘાતી યુનિટ મજીદ બ્રિગેડ દ્વારા કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાનના કવેટા રેલ્વે સ્ટેશનમાં થયો બોમ્બ બ્લાસ્ટ,24ના મોત 50 ઘાયલ
RELATED ARTICLES

