HomeGujaratમોરબીમાં નકલી IAS બની ૧૩ કરોડની છેતરપીંડીનો આરોપી પેરોલ પર છૂટ્યા બાદથી...

મોરબીમાં નકલી IAS બની ૧૩ કરોડની છેતરપીંડીનો આરોપી પેરોલ પર છૂટ્યા બાદથી ફરાર, અઢી વર્ષે ઝડપાયો

વર્ષ૨૦૧૯માં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આઇપીસી કલમ૪૦૬,૪૨૦ અંતર્ગત આરોપી વસંત કેશવજી ભોજવિયા પોતે આઇ એ એસ બની ગયા હોય અને કલેકટર બની ગયા હોય અને રૂપિયાની જરૂર હોવાથી ફરિયાદી પાસેથી કટકે કટકે૧૩.૮૦ કરોડ જેટલી માતબર રકમ લઇ લીધી હતી. તેમજ અન્ય એક આરોપી સાથે મળી તેને નકલી બેન્ક અધિકારી બનાવી રું.૩૮૦કરોડનો નકલી દીડી બનાવી છેતરપીંડી કરવામાં આવી હતી.આ ઘટનામાં પોલીસે જેતે સમયે આરોપીને જેલ હવાલે કર્યો હતો. જે બાદ આરોપી ને ભુજ જેલ હવાલે કરવામાં આવ્યો હતો. દરમીયાન કોર્ટે આરોપીને પેરોલ પર છોડ્યો હતો જોકે કોર્ટે ૨૩-૦૩-૨૦૨૨ના રોજ હાજર થવા હુકમ કર્યો હોવા છતાં ફરાર થઈ ગયો હતો જે બાદ પોલીસે વસંત ને એમપીના ભોપાલ સિટી માંથી ઝડપી લીધો હતો અને ફરી જેલ હવાલે કર્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW