એક તરફ મોરબી જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તાર પીવાના પાણી માટે વલખામારી રહ્યા છે ત્યારે બીજી તરફ મોરબીથી જામનગર જિલ્લામાં પસાર થતી ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ GWIL ની લાઈનમાંથી અલગ અલગ કારખાનેદારો દ્વારા ગેર કાયદે કનેક્શન લઇ તેમાં મોટા પાયે પાણી ચોરી કરી રહ્યા છે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા જિલ્લાઅ ગેર કાયદે કનેક્શન ધારકો સે કડક કાર્યવાહી કરી તેના ગેર કાયદે કનેક્શન કાપી દંડ ફટકારવા સહિતના આદેશ કર્યા હતા જે બાદ જાણે જી ડબ્લ્યુ આઈ એલના અધિકારીઓના પગ તળે રેલો આવ્યો હોય તે એક મહિના પહેલા શનાળા પાસેની શ્રીજી એસ્ટેટ નામની કોમર્શીયલ પ્લોટીંગની ફેકટરીઓમાં દરોડા પાડી ગેર કાયદે કનેક્શન કાપી લેવામાં આવ્યા હતા.જોકે બાદમાં આ કારખાનેદારો સામે એક્શન લેવામાં આવ્યા કે કેમ તેની કોઈ માહિતી જાહેર થઈ નથી ત્યાં બીજી તરફ હવે સોશ્યલ મીડિયામાં એક કાચી ચિઠ્ઠી વાયરલ થઇ છે જેમાં અલગ અલગ વાલ્વ 34,35,36 39 ,49અને 57 નંબરના એર વાલ્વમાંથી ગેર કાયદે કનેક્શન આપવા રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી હોવાના દાવા થયા છે આ ચિઠ્ઠીમુજબ 2 કારખાના કનેક્શનનું મિટર બાયપાસ કરવા તેજ 6 થી વધુ કનેક્શન માટે રૂ 1 લાખ કરતા વધુ રકમ આપવામ આવી હોવાનો દાવો થઇ રહ્યો છે અનેં ગેર કાયદે લાઈન આપવા ખાનગી એજન્સી અને અધિકારીઓની પણ સાંઠ ગાંઠ હોવાના પણ આક્ષેપ થઇ રહ્યા છે
જોકે આ મુદે જી ડબ્લ્યુ આઈ એલના જનરલ મેનેજર કોમલબેન અડાલજાએ બચાવ કરતા જણાવ્યું હતું કે તાજેતર તેમની ટીમ દ્વારા અલગ અલગ સ્થળે બોગસ કનેક્શન પર કાર્યવાહી કરી ગેર કાયદે કનેક્શન કાપવામાં આવ્યા જેથી તેમને વિભાગ અને કર્મચારીઓને બદનામ કરવા આવા ખોટા મેસેજ ફેરવવામાં આવે છે તેમના વિભાગ કોઈ આધિકારી કે કર્મચારી દ્વારા રૂપિયા લેવામાં નથી આવ્યા
શોશ્યલ મીડિયામાં થઇ રહેલા દાવા અને આક્ષેપ અને અધિકારીઓ દ્વારા કરવામાં આવતા બચાવમાં કોણ સાચું અને કોણ ખોટું તેની તટસ્થ તપાસ કરવામાં આવે તો સત્ય સેમ આવી શકે છે

