HomeGujaratહળવદના ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી - ચોરટાઓ કેમેરામાં કેદ

હળવદના ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી – ચોરટાઓ કેમેરામાં કેદ

હળવદ પંથકમાં ચડ્ડી બનિયાન ધારી ગેંગના ચોરટાઓએ ધામા નાખ્યા હોય તેમ એક બાદ એક ચોરીને અંજામ આપીને ફરાર થઈ ગયા છે. હજી થોડા સમય પહેલા જ હળવદ શહેરમાં વડનગર વિસ્તારમાં મકાનોને નિશાન બનાવીને ચોરટાઓ ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ ફરી એક વખત મોરબી ચોકડી નજીક ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં મોડી રાત્રીના ચડ્ડી બનીયાન ધારી ગેંગ ત્રાટકી છે. જોકે ચોરટાઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. જ્યારે સીસીટીવીના આધારે હળવદ પોલીસે ચોરટાઓનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે.

સમગ્ર બનાનની મળતી વિગતો મુજબ હળવદ શહેરના મોરબી ચોકડી પાસે મોડીરાત્રીના અલગ અલગ સમયે કારખાનાઓમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. જેમાં હ્યુન્ડાઈના શોરૂમમાં પ્રવેશ કરીને લોખંડની તિજોરી પર પથ્થર મારીને તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તો સાથે જ બાજુમાં આવેલા ગ્રેનાઇટ અને ટાઇલ્સના કારખાનામાં પણ પ્રવેશ કરી ચોરટાઓએ રોકડ રકમ ચોરી કરી લીધી હતી. તો સાથે જ શિવ શક્તિ ઓઈલ મીલ,બેસ્ટ એગ્રો સેન્ટર,એન્ટીલીયા સીટ્સ તેમજ જય ભવાની એગ્રી કલ્ચરમાં તાળા તૂટયાં છે, તો સાથે જ આ ચોરટાઓના સીસીટીવી પણ સામે આવ્યા છે. જ્યારે બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરાતા હળવદ પોલીસ ઘટના સ્થળે પહોંચી સીસીટીવીના આધારે ચોરટાઓનો પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW