મોરબી શહેરના રવાપર રોડ વિસ્તારમાં આવેલા રામકો બંગલો વિસ્તારમાં રહેતા કૈલાસબેન આદ્રોજા નામની મહિલા ગાંધી ચોકથી મહેન્દ્રનગર ચોકડી તરફ ગયા હતા તે દરમિયાન તેઓ પોતાનું પર્સ રીક્ષામાં ભૂલી ગયા હતા આ પર્સમાં 1.5 લાખના સોનાના ઘરેણા અને રોકડ 4000 પણ હતી. પર્સ ગુમ થયા બાદ મહિલા મદદ માટે બી ડીવીઝન પોલીસ મથકે પહોચ્યા હતા જ્યાં તેઓએ પોલીસમાં જાણ કરતા મોરબી બી ડીવીઝન પી આઈ વસાવા અને સ્ટાફના ડી એમ રાંકજા સહિતના શોધખોળ હાથ ધરી હતી આ દરમિયાન જે રીક્ષામાં બેઠા હતા તે રીક્ષા ચાલક પણ આ પર્સના મૂળ માલિકને શોધતો હતો આ રીક્ષા ચાલક મોરબી શહેરમાં રહેતા હોવાથી જેથી આ અંગે જાણ થતા તે બી ડીવીઝન પોલીસ આવી પહોચતા મોરબી પોલીસે પ્રમાણિકતા દાખવનાર રીક્ષા ચાલક મહેન્દ્રભાઈ હેમરાજભાઈ શ્રીમાળીના હસ્તે કૈલાસબેનને પર્સ પરત અપાવ્યું હતું

