હળવદના સરંભડા ગામની સીમમાં આવેલ ચુનીલાલ શાંતિલાલ વિરડીયાની વાડીએ થ્રેસર મશીનથી મગફળી કાઢવાનું કામ ચાલુ હતું, ત્યારે થ્રેસર મશીન અકસ્માતે ઉપરથી પસાર થતી વીજ લાઈનને અડકી જતા થ્રેસરમાં કામ કરી રહેલ મૂળ એમપીના વતની જિયાબેન સોફાનભાઈ રાઠવા નામની યુવતીનું મોત નીપજ્યું હતું. તેમજ અલ્પેશભાઈને વીજશોક લાગતા ઇજાઓ થતા હળવદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે હળવદ પોલીસે યુવતીના મૃત્યુ અંગે નોંધણી કરી છે.

