HomeGujaratહળવદમાં ચોરાઉ બે બાઈક સાથે શખ્સ પકડાયો

હળવદમાં ચોરાઉ બે બાઈક સાથે શખ્સ પકડાયો

હળવદ પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન હળવદ ટીકર ખાતેથી એક શંકાસ્પદ નંબર પ્લેટ વગરનું બાઈકને અટકાવી ચાલક પાસેથી બાઈકના પેપર માંગયા હતા, જે બાદ ચાલકે પેપર ન હોવાનું જણાવતા પોલીસે પોકેટ કોપ એપની મદદથી સર્ચ કરતા જાણવા મળ્યું હતું કે, આ બાઈક ઈમત્યાઝ અબાસભાઈ શેખનું હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે તે ચોરાઉ બાઈક સાથે આરોપી રણછોડ ઉર્ફે હકો ઉર્ફે જીવો વિઠ્ઠલભાઈ સુરેલાને ઝડપી લીધો હતો. તેમજ આરોપીની પૂછપરછ કરતા તેને અજીતગઢ ગામેથી અને ભવાની મેડીકલ પાસેથી એમ બે બાઈકની ચોરી કરી હોવાનું કબુલ કર્યું હતું. આ બનાવ અંગે પોલીસે બાઈક રીકવર કરી તે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW