HomeGujaratયુ. એન. મહેતા આર્ટ્સ કોલેજનો વિદ્યાર્થી ઝોન કક્ષાની પ્રિ રિપબ્લિક ડે પરેડ...

યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજનો વિદ્યાર્થી ઝોન કક્ષાની પ્રિ રિપબ્લિક ડે પરેડ કેમ્પમાં પસંદગી પામ્યો

સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ, મોરબીમાં રાષ્ટ્રીય સેવા યોજના એકમ (NSS Unit) સક્રિયપણે ચાલી રહ્યું છે. આ એકમના સ્વયંસેવક અજય મનસુખભાઇ ધોરીયા પ્રથમ સ્થાનિક કક્ષાએ પછી યુનિવર્સિટી કક્ષાએ અને ત્યારબાદ રાજ્ય કક્ષાએ Pre Republic Day Parade માટે પસંદગી પામ્યો છે. તેઓ વેસ્ટ ઝોન કક્ષાના Pre Republic Day Campમાં 12 નવેમ્બરથી 21 નવેમ્બર 2024 દરમિયાન જલગાંવ, મહારાષ્ટ્ર ખાતે જોડાશે. તેમને ટ્રસ્ટના પ્રમુખ પ્રદીપભાઈ વોરા, પ્રોગ્રામ ઓફિસર ડો. રામ વારોતરિયા, એનએસએસ સ્વયંસેવકો તથા કોલેજ પરિવારે અભિનંદન પાઠવ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સલગ્ન બધી જ કોલેજોમાંથી ઝોન કક્ષાએ અજય સહિત માત્ર ચાર સ્વયંસેવકોની પસંદગી થઈ હોય આ મોરબી જિલ્લા માટે ગૌરવની વાત છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW