HomeGujaratમોરબીમાં ફ્લોરા-11 પરિવાર દ્વારા સામૂહિક શસ્ત્રપૂજન યોજાયું

મોરબીમાં ફ્લોરા-11 પરિવાર દ્વારા સામૂહિક શસ્ત્રપૂજન યોજાયું

વિજયાદશમીના પાવન પર્વે રવાપર-ઘુનડા રોડ પર પરંપરાગત શસ્ત્રપૂજન, વડીલો, યુવાનો, બાળકો અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો

મોરબી: હિન્દુ સમાજ શક્તિની ઉપાસના કરનારો સમાજ છે. ભક્તિ અને શક્તિનો સમન્વય એટલે વિજયાદશમી. આ પાવન પર્વ નિમિત્તે મોરબીના રવાપર-ઘુનડા રોડ પર આવેલા ફ્લોરા-૧૧ પરિવાર દ્વારા તા. 20 ઓક્ટોબર, ૨૦૨૬ના મંગળવારના રોજ સાંજે ૬થી 7:30 વાગ્યા સુધી સામૂહિક શસ્ત્રપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓ વિવિધ શસ્ત્રો ધારણ કરીને શક્તિ, સાહસ અને ધર્મની રક્ષા કરવાનો સંદેશ આપે છે. આ પરંપરાને જાળવી રાખવાના હેતુથી આયોજક સમિતિ દ્વારા દેવી-દેવતાઓનાં શસ્ત્રો સાથે વિધિવત્ પૂજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પરિવારના વડીલો, યુવાનો, બાળકો તેમજ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને શસ્ત્રપૂજન કર્યું હતું. આવનારી પેઢીમાં સંસ્કાર, શૌર્ય અને સ્વાભિમાનની ભાવના જળવાઈ રહે તેમજ સમાજ સંગઠિત રહે તેવા ઉમદા હેતુ સાથે પરંપરાગત રીતે આ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમના અંતે ફ્લોરા-૧૧ પરિવારની આયોજક સમિતિ દ્વારા સૌને વિજયાદશમી પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સાથે જ કાર્યક્રમમાં સહભાગી બનેલા તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW