સુરત જિલ્લામાં માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામમાં મિત્ર સાથે ફરવા નીકળેલી સગીરા સાથે ઓક્ટોબર,2024ના રોજ સામુહિક દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. પોલીસને જાણ થતાં તાત્કાલિક હરકતમાં આવી ત્રણેય પરપ્રાંતીય આરોપીની ઓળખ કરી લીધી હતી. જે બાદ સુરત ક્રાઇમ બ્રાંચ પોલીસ આરોપીઓની શોધમાં હતી. ત્યાર બાદ માંડવીના તડકેશ્વરમાં આરોપીઓ હોવાની જાણ થતા પોલીસ તડકેશ્વર ગામે પહોંચી હતી. જ્યાં પોલીસને જોઈને ત્રણેય આરોપીઓ નાસવા જતાં હતા તે સમયે પોલીસે ફાયરિંગ કર્યું હતું. આ 3 આરોપીઓ પૈકી 2 નરાધમ એવા મુન્ના કરબલી પાસવાન અને શિવ શંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયાને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે રાજુ નામનો આરોપી ફરાર થઈ ગયો હતો. આજે બપોર બાદ ત્રણમાના એક આરોપી એવા શિવ શંકર ચૌરસિયાની તબિયત લથડતા સુરત સિવિલમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થઈ ગયું છે.
માંગરોળના મોટા બોરસરા ગામે સગીરા પર દુષ્કર્મ ગુજરનારા સામાન્ય નહીં પરંતુ રીઢા ગુનેગાર હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. તરૂણી પર દુષ્કર્મ ગુજારનાર ત્રણ પૈકીના બે નરાધમો મુન્ના પાસવાન અને શિવશંકર ચૌરસિયા રીઢા ગુનેગાર છે. તેમાં પણ શિવશંકર ચૌરસિયા સામે હત્યાનો ગુનો નોંધાયેલો છે.

