ટંકારા-લતીપર રોડ પર આવેલા ધર્મજીવન કોટનની ઓફિસમાં ચાલી રહેલા જુગારધામ પર ટંકારા પોલીસે દરોડો પાડી કુલ 19 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસ કાર્યવાહીમાં રૂ. 1.30 લાખ રોકડ અને 24 મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 3.10 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ટંકારા પોલીસને ખાનગી બાતમી મળી હતી કે કલ્યાણપરના અક્ષયભાઈ રસિકભાઈ ગજેરા પોતાના કબજાની ધર્મજીવન જીનના કારખાનાની ઓફિસમાં બહારથી લોકોને બોલાવી તીનપત્તીનો જુગાર રમાડે છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા 19 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા.
પોલીસે અક્ષયભાઈ રસિકભાઈ ગજેરા, વિવેકભાઈ ગણેશભાઈ નમેરા, પ્રફુલભાઈ અમરશીભાઈ ભાગીયાલ, હેમાંગકુમાર રજનીશભાઈ ભાગીયા, યશભાઈ ઠાકરશીભાઈ ગજેરા, સુભાષભાઈ ધીરજલાલ ડાકા, દર્શનભાઈ મનસુખભાઈ ભાગીયા, મીતેશભાઈ ગંગારામભાઈ નમેરા, હાર્દીકભાઈ ભરતભાઈ ભાગીયા, રાજભાઈ રજનીકાંતભાઈ સંઘાણી, મેહુલભાઈ જગદીશભાઈ દુબરીયા, વિશાલભાઈ નાગજીભાઈ ભાગીયા, ચુનીલભાઈ ત્રીભોવનભાઈ ભાગીયા, ભાર્ગવભાઈ પ્રવિણભાઈ ભાગીયા, હર્ષેદભાઈ વેલજીભાઈ નમેરા, નીખીલભાઈ ભાવેશભાઈ નમેરા, અભિષેકભાઈ લલીતભાઈ પીપળીયા, કશ્યપભાઈ રસિકભાઈ પટેલ અને આશિષભાઈ મુળજીભાઈ ભાગીયાને ઝડપી પાડ્યા હતા.
પોલીસે સ્થળ પરથી રૂ. 1,30,000 રોકડ તેમજ રૂ. 1,80,000ની કિંમતના 24 મોબાઇલ ફોન કબજે કર્યા હતા. આમ કુલ રૂ. 3,10,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ મામલે તમામ 19 આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

