HomeGujaratજેતપર ખાતેના ઓક્સિજન વનમાં ૨૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું

જેતપર ખાતેના ઓક્સિજન વનમાં ૨૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું

મોરબીમાં જેતપર ખાતે એક પેડ મા કે નામ અભિયાન અન્વયે ગામના છેવાડે આવેલા ઓક્સિજન વનમાં જિલ્લા પંચાયત પ્રમુખ,ધારાસભ્ય,ડીડીઓ,સહિતના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આજના સમયમાં વૃક્ષોની તાતી જરૂરિયાત, પર્યાવરણની સમતુલા જાળવવા તેમજ પ્રદૂષણના દુષણને નાથવાના હેતુથી એક પેડ મા કે નામ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તે અભિયાન હેઠળ વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તેવા હેતુ સાથે મોરબીમાં જેતપર ગામે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મહાનુભાવોના હસ્તે તેમજ ગ્રામજનો દ્વારા ગામના છેવાડા આવેલા ઓક્સિજન વન ખાતે ૨૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. ઉપરાંત વન વિભાગ દ્વારા સ્થળ પર ૧ હજારથી વધુ વૃક્ષોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, મદદનીશ વન સંરક્ષક શૈલેષ કોટડીયા, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ તેમજ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW