અગાઉ વાંકાનેરના કોઠી ગામે અલગ-અલગ ખેતીના સાધનો તથા એક મોટરસાયકલની થયેલ ત્રણ અનડીટેકટ ચોરીનો ભેદ ઉકેલી ત્રણ ઈસમો સોડાભાઈ શીવાભાઈ સેફાત્રા, સાજણભાઈ રણમલભાઈ ઉર્ફે જુગાભાઇ ચાવડા અને રાહુલભાઈ ઉર્ફે ભુરાભાઇ બચુભાઈ સેફાત્રાને ચોરી કરેલ ટ્રેકટરની ટોલી, રોટાવેટર તથા હીરો સ્પ્લેન્ડર બાઈક એમ મળી કુલ રૂ.- 285000 ના મુદામાલ પોલીસે કબ્જે કરી મુદામાલ રીકવર કરી, ચોરી કરનાર ત્રણ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસે અનડિટેક્ટ ચોરીનો ગુનો નોધી ત્રણેયની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.