મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દ્વારા તા. 18/05/2026ના રોજ વોર્ડ નં. 8 વિસ્તારમાં મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન સફાઈ કર્મચારીઓની હાજરીની તપાસ કરવામાં આવી હતી. સાથે જ આયોધ્યાપૂરી મેઈન રોડ તથા લાતી પ્લોટ નજીક આવેલા GVP પોઈન્ટની મુલાકાત લઈ ત્યાંની સ્વચ્છતા અને વ્યવસ્થાની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત લાતીપ્લોટ વિસ્તારમાં ડોર-ટુ-ડોર કચરા એકત્રિકરણ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. નવા બસ સ્ટેશન અને લાતીપ્લોટ વિસ્તારમાં આવેલા જાહેર શૌચાલયોની મુલાકાત લઈને સફાઈ વ્યવસ્થા અને ઉપલબ્ધ સુવિધાઓની ચકાસણી કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન જાહેર સ્થળોએ પાણીનો બગાડ કરતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.

