Monday, October 7, 2024
HomeGujaratભારતીય કિસાન સંઘ મોરબી જિલ્લા દ્વારા બલરામ જયંતી ની યજ્ઞ કરી ને...

ભારતીય કિસાન સંઘ મોરબી જિલ્લા દ્વારા બલરામ જયંતી ની યજ્ઞ કરી ને ઉજવણી કરવામાં આવી

સહકારીતા સેલ અધ્યક્ષ જેલેશ ભાઈ કાલરીયા કિસાન સંઘ મોરબી જિલ્લા ના પ્રતીનિધિ બાબુલાલ સીણોજીયા નાથાલાલ પટેલ આશિષ કગથળા પિયુષ કોરિંગા નાનજીભાઈ મેરજા કાનાભાઈ ત્રિવેદી મનસુખભાઈ દેત્રોજા યોગીરાજસિંહ જાડેજા ભૂપતભાઈ કુકડિયા તેમજ ખેડૂતો દ્વારા
બાલારામ જયંતી ની ઉજવણી ટંકારા માં યજ્ઞ કરી ને કરવાનું આયોજન કરેલ હતું

તા.૦૯/૦૨/૦૨૪ અને સોમવાર ના દિવસે બાલારામ જયંતિ એટલે ખેડૂતો ના પાલન હાર ભગવાન માનવામાં આવે છે
આ પર્વ કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સાથે જ, મહિલાઓ આ દિવસે છઠ્ઠ માતા માટે વ્રત-ઉપવાસ કરે છે. આ વ્રત સંતાન સુખ, સ્વાસ્થ્ય અને સારા જીવનની કામના સાથે કરવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે દર વર્ષે ભાદરવા મહિનાના વદ પક્ષની છઠ્ઠ તિથિએ બલરામ જયંતિ ઊજવવામાં આવે છે, તેને હળછઠ્ઠ પણ કહેવામાં આવે છે. દ્વાપર યુગમાં આ તિથિએ ભગવાન વિષ્ણુના પ્રિય શેષનાગજીએ બલરામના સ્વરૂપમાં અવતાર લીધો હતો. બલરામ હલ અને ખલને શસ્ત્ર સ્વરૂપમાં ધારણ કરતા હતાં, જેના કારણે તેમને હલધર પણ કહેવામાં આવે છે. આ પર્વમાં બલરામ અને શ્રીકૃષ્ણનો વિશેષ અભિષેક કરવો જોઈએ. તેનાથી ખેડૂતો ને માહિતગાર કરવામાં આવ્યા

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,388FollowersFollow
2,310SubscribersSubscribe

TRENDING NOW