મોરબી તાલુકાના જાંબુડીયા ગામે સર્વે નંબર 144 પૈકીની સરકારી ખરાબા ની જમીનમાંથી 2500 ચોરસ મીટર જમીન વિચરતી જાતિના લોકોને રહેણાંક હેતુ માટે મકાન બનાવવા કલેકટર મોરબી દ્વારા માર્ચ 2022 માં મફતમાં ફાળવવામાં આવેલ અને પંચાયતને માપણી કરી ફાળવેલ ક્ષેત્રફળ મુજબનો લે આઉટ પ્લાન બનાવી કબજો સોપવા સૂચના કરેલ. પરંતુ માપણી થઈને લે આઉટ પ્લાન તૈયાર થાય ત્યાં સુધીમાં ગરીબોને ફાળવેલા મફત જમીનમાં નાના મોટા કાચા પાકા દબાણો થઈ ગયેલ હતા પરિણામે આ ગરીબ લાભાર્થીઓને પ્લોટનો કબજો સોપી શકાયેલ નહીં. જેથી મોરબી જિલ્લા કલેકટર કિરણ ઝવેરીની સૂચનાથી આજરોજ મોરબી ગ્રામ્ય મામલતદાર નિખિલ મહેતાએ નાયબ મામલતદાર તથા તાલુકા પંચાયતના સ્ટાફ સાથે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજરોજ દબાણો ખુલ્લા કરાવી ગરીબોને ફાળવેલ જગ્યા ખુલ્લી કરાવેલ હતી. આ તકે ગ્રામ્ય મામલતદાર નિખિલ મહેતાએ ગરીબોને ફાળવેલ જમીનની આજુબાજુ આવેલા કાચા રહેણાક મકાનોને વરસાદી વાતાવરણ ના લીધે કંઈ નુકસાન ન થાય તેની તકેદારી રાખી નાગરિકોની સુવિધા નો પણ ખ્યાલ રાખેલ હતો.