હળવદ પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે ટીકર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા કિશોરભાઈ બચુભાઈ પરમાર, જાદવભાઈ બાબુભાઈ ઈંદરીયા, દિનેશભાઈ મેરૂભાઈ ઈટોદરા, અજયભાઈ લાભુભાઈ આડેસરા, દિલીપભાઈ રામસંગભાઈ વલીયાણી, યોગેશભાઈ ધનજીભાઈ ચાવડા, ઘનશ્યામભાઈ જીવાભાઈ બાબરીયા, મનસુખભાઈ સોમચંદભાઈ બાબરીયા અને હકુભાઈ સુંડાભાઈ ઇંદરીયા સહિત કુલ 9 જુગારીઓને પોલીસે પકડી પાડ્યા હતા. તે શખ્સો પાસેથી કુલ રોકડ રૂ.- 78,400 નો મળેલ મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો. હળવદ પોલીસે તે જુગારીઓ વિરુદ્ધ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી કરી છે.