વાંકાનેરના લુણસર ગામે રહેતા દિપાલીબેન રમેશભાઇ ચાવડાએ ગઈકાલે રાત્રે તેઓ તેના ઘરે પથારીમાં સુતા હોય તે દરમિયાન કોઈ ઝેરી જનાવર(સાપ) કરડી જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.