મોરબી જિલ્લામાં રવિવાર બપોર બાદ થી શરૂ થયેલી મેઘ સવારી સોમવારે આખો દિવસ અને રાત્રી ના પણ યથાવત રહી હતી. મોરબી જિલ્લાના ત્રણ તાલુકામાં આખો દિવસ અતિ ભારે વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ ટંકારા તાલુકામાં વરસાદ નોંધાયો છે. ૨૪ ક્લાક દરમિયાન ટંકારા ૩૪૭ મીમી એટલે કે ચૌદ ઇંચ જેટલો વરસાદ પડ્યો તો વાંકાનેર તાલુકામા પણ મેઘ સવારી યથાવત રહી હતી અને ૨૪ ક્લાક દરમિયાન ૨૯૬મીમી એટલે કે ૧૨ ઈંચ મોરબીમાં પોણા બાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો આ ઉપરાંત હળવદમાં અઢી ઈંચ જ્યારે માળિયા મિયાણા તાલુકામાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો.