દુનિયા ભરના કોમ્પ્યુટરમાં આવતી ઓપરેટીંગ સીસ્ટમ માઈક્રોસોફ્ટમાં શુક્રવારે અચાનક સર્વર ડાઉન થઇ જતા ઓનલાઈન સેવાઓને મોટા પાયે અસર પડી હતી બેન્કિંગથી લઇ ટ્રાન્સપોર્ટેશન સીસ્ટમ તેમજ કોમ્પ્યુટર અને લેપટોપ પર પ્રોબ્લેમ સર્જાઈ હતી અને સ્ક્રીન પર અવાર નવાર માત્ર રીસ્ટાર્ટ કરવા અંગેના મેસેજ આવતા હતા
ટેકનીકલ કારણોસર સર આવેલી આ એરરના કારણે દુનિયાભરમાં એરલાઈન્સ, ટીવી ટેલિકાસ્ટ, બેન્કિંગ અને વિશ્વભરની ઘણી કોર્પોરેટ કંપનીઓની કામગીરી પ્રભાવિત થઈ છે. ભારત સહિત વિશ્વભરના એરપોર્ટ પર ચેક-ઈન અને ટિકિટ બુકિંગમાં સમસ્યા છે, જેના કારણે ફ્લાઈટ્સ મોડી પડી છે અથવા કેન્સલ કરવાની ફરજ પડી હતી
ભારતમાં ચાર એરલાઈન્સ- ઈન્ડિગો, સ્પાઈસજેટ, અકાસા એર અને એર ઈન્ડિયા એક્સપ્રેસે અહેવાલ આપ્યો છે કે તેમની બુકિંગ, ચેક-ઈન અને ફ્લાઈટ અપડેટ સેવાઓ ટેકનિકલ સમસ્યાને કારણે પ્રભાવિત થઈ છે. એરપોર્ટ પર સર્વિસના અભાવે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
હૈદરાબાદ અને બેંગલુરુની મોટાભાગની કોર્પોરેટ કંપનીઓમાં વાયરસ એટેકની વાત કહેવામાં આવી રહી છે. સિસ્ટમ બ્લૂ સ્ક્રીનમાં આવ્યા પછી રીસ્ટાર્ટ થઈ રહી છે. હૈદરાબાદમાં ઘણી કંપનીઓમાં કર્મચારીઓને 2 કલાક સુધી સિસ્ટમ ઓફ કરવા માટે કહેવામાં આવ્યું છે.