HomeGujaratમોરબી: સમરસ ભવન ખાતે રબારી સમાજનું મહાસંમેલન યોજાયું; કુરિવાજો દૂર કરવા...

મોરબી: સમરસ ભવન ખાતે રબારી સમાજનું મહાસંમેલન યોજાયું; કુરિવાજો દૂર કરવા અને શિક્ષણ વધારવા લેવાયા મહત્વના નિર્ણયો

મોરબીમાં સમરસ યુવા સંગઠન દ્વારા તારીખ 2 લેનાર રોજ રવાપર લીલાપર રોડ પર આવેલા સમરસ ભવન ખાતે રબારી સમાજનું મહા સંમેલન યોજાયું હતું. આ સમાજના સંમેલનમાં ધર્મગુરુઓ અને ધાર્મિક આગેવાનો તેમજ સામાજિક અને રાજકીય આગેવાનોની હાજરીમાં વિવિધ નિર્ણયો અને કુરિવાજોને તિલાંજલી આપવા તેમજ સમાજના બાળકોના શિક્ષણ વધારવા માટે જરૂરી નિર્ણય લેવામાં આવ્યા હતા.

દિકરા-દિકરીની સગાઈ કરતી વખતે લેતી-દેતીની પ્રથામાં રોકડ રકમ વધુમાં વધુ 3 લાખ અને ઘરેણું વધુમાં વધુ 7 તોલાનો વ્યવહાર  શકાશે.

નિયમ ભંગ બદલ કાર્યવાહી: 3 લાખથી વધારે જેટલા રૂપિયા લીધા હશે એ તમામ રૂપિયા નાતના સામાજીક કાર્યમાં આપવાના રહેશે અને ત્યારબાદ બંને પક્ષે રૂ. 1-1 લાખ દંડ પણ ચૂકવવાનો રહેશે.

* સગાઈ પછી જલના પ્રસંગમાં વધુમાં વધુ રૂ. 500 જ આપવા, અન્ય હરખ પ્રથા સંપૂર્ણપણે બંધ. (કપડા, સોના ચાંદીના દાગીના કે અન્ય કોઈપણ વસ્તુઓ આપવી નહીં)

* જલ પછી કપડાં લઈને જાય ત્યારે માત્ર ત્રણ જોડી કપડા, સાંકળાં અને દાણો જ આપવો, અન્ય કંઈપણ વસ્તુઓ આપવી નહીં.

નિયમ ભંગ બદલ કાર્યવાહી : બંને નિયમોમાં ઉપર જણાવેલ વસ્તુઓથી વધારે કંઈપણ આપવામાં આવશે તો બંને પક્ષે રૂ. 11,000 દંડ ચૂકવવાનો રહેશે.

* ચુંદડીના પ્રસંગમાં શડન રૂપે માત્ર ત્રણ જોડી ડપડા, સાંકળાં અને દાણો જ આપવો.

(બૂટી ઉપર પ્રતિબંધ નહીં પરંતુ આર્થિક અનુકૂળતા હોય તો જ આપવી)

નિયમ ભંગ બદલ કાર્યવાહી : ઉપર જણાવેલ વસ્તુઓથી વધારે કંઈપણ આપવામાં

આવશે તો બંને પક્ષે રૂ.21,000 દંડ ચૂકવવાનો રહેશે.

* લગ્ન લખે ત્યારે દિકરી પક્ષેથી વધુમાં વધુ 7 વ્યક્તિઓને જ જવું. દિકરા પક્ષે અન્ય

સગા વહાલાને તેડાવવાં નહીં. નેહડાનો જમણવાર કરવો નહીં, માત્ર ભાયુ કુટુંબ પૂરતો

જ જમણવાર રાખવો તેમજ સગા બહેન, માસી, મામા, ભાણેજ જો ગામમાં રહેતા હોય તો જ તેડાવવાં.

નિયમ ભંગ બદલ કાર્યવાહી : જે પક્ષ નિયમનો ભંગ કરશે તેઓએ રૂ. 11,000 દંડ ચૂકવવાનો રહેશે.

* લગ્નમાં છાબની ખરીદી માટે વધુમાં વધુ રૂ. 51,000 રોકડા આપી દેવા.

નિયમ ભંગ બદલ કાર્યવાહી : બંને પક્ષોએ અલગ અલગ રૂ. 50,000 દંડ ચૂકવવાનો રહેશે.

* લગ્નના મામેરામાં સગા મામા-મામીને જ પહેરામણી કરવી, દેરાણી જેઠાણીના મામેરા સદંતર બંધ. વળતર પ્રથા ઉપર પણ પ્રતિબંધ.

નિયમ ભંગ બદલ કાર્યવાહી : મામેરીયા અને ઘરધણી બંને પક્ષે રૂ. 11,000 દંડ ચૂકવવાનો રહેશે.

* માતાજીના માંડવામાં વેવાર પ્રથા સદંતર બંધ.

નિયમ ભંગ બદલ કાર્યવાહી : આયોજક વેવાર લેશે તો રૂ. 51,000 દંડ ભરપાઈ કરવાનો રહેશે.

* વાસ્તુ પૂજન અને હવન સહિતના નાના પ્રસંગોમાં માત્ર સાસરીયાનો જ વેવાર લેવો, અન્ય કોઈપણ સગા વ્હાલાઓનો વેવાર લેવો નહીં.

નિયમ ભંગ બદલ કાર્યવાહી : સાસરીયા સિવાય કોઈનો પણ વેવાર લેશે તો

રૂ. 11,000 દંડ ભરપાઈ કરવાનો રહેશે.

* મરણ પ્રસંગે લૌકીક વાર ત્રણ જ રાખવા અને પાણી ઢોર પછી કોઈએ લૌકીકે જવું નહીં.

* મરણ પ્રસંગે મહિલાઓએ કોટ કાણ કરવી નહીં. (સદંતર પ્રતિબંધ)

* દાળામાં બને ત્યાં સુધી સાદું ભોજન રાખવાનો આગ્રહ રાખવો.

* શ્રાદ્ધ તેમજ રખ પાંચમની વિધિમાં કુટુંબ અને બહેન દિકરીઓ સિવાય અન્ય કોઈ

સગા વહાલાને તેડાવવાં નહી.

ખાસ નોંધ :

મચ્છુકાંઠાના તમામ ગામોમાં નેહડે નેહડે જઈને સમરસ યુવા સંગઠનની ટીમ વ્દારા ખુબ મોટી સંખ્યામાં મિટિંગો યોજીને સમાજ પાસેથી લેવામાં આવેલ સૂચનોને ધ્યાનમાં રાખીને સમાજના વડીલો અને આગેવાનો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ ઉપર દર્શાવેલ તમામ મચ્છુકાંઠા રબારી સમાજના સામાજીક બંધારણના નિયમો નક્કી કરવામાં આવ્યા છે જે તમામ નિયમોનું સમાજના દરેક લોકોએ સ્વૈચ્છિક રીતે પાલન કરવું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW