HomeGujaratમોરબીમાં દીકરીના પ્રેમીને માતા પુત્ર સહિત 4 શખ્સે મળી લમધાર્યો

મોરબીમાં દીકરીના પ્રેમીને માતા પુત્ર સહિત 4 શખ્સે મળી લમધાર્યો

મોરબીના લખધીરપુર રોડ વિસ્તારમાં આવેલ લાયકોસ બાથવેર નામની ફેકટરીના કોન્ટ્રાક્ટર નિલેશભાઇ નાજાભાઇ પંચાલ નામના યુવકને ફેકટરીમાં કામ કરતી વિનુબેન શનાભાઇ સોલંકી નામની મહિલાની પુત્રી સાથે પ્રેમ હોય અને પરિવારે યુવકને સમજાવવા અને સમાધાન માટે બોલાવ્યો હતો જોકે ત્યાં વાત વધુ વણસતા માતા વીનુબેન તેના પુત્ર અશ્વિનભાઇ શનાભાઇ સોલંકી, તેમજ તેની સાથે હાજર રાહુલભાઇ મોતીભાઇ ડાભી હસમુખભાઇ શીવાભાઇ પરમાર રહે. સહિતના સાથે ઉગ્ર બોલાચાલી અને ગાળા ગાળી થવા લાગી હતી તેમજ એક બીજા વચ્ચે ઝપાઝપી થવા લાગી હતી આ દરમિયાન એક શખ્સે તેની સાથે હાજર સાગર ઉર્ફે રાહુલ નામના યુવકને પીઠના ભાગે છરીના ઘા ઝીકી દીધા હતા જે બાદ તેને સારવાર માટે હોસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW