મોરબીના મૂળ હિરાપર ગામના વતની અને ભરતનગરમાં રહેતા હાર્દિકભાઈ અણદાભાઈ ફેફર એ રંગપર ગામ નજીક આવેલ લેવીટ સિરામિકમાં લોડિંગ માસ્ટર તરીકે નોકરી કરતા હતા. તે ગત તા.-14/07 ના રોજ સાંજના સાત વાગ્યે કારખાનાનું કામ પૂર્ણ કરી તેનું GJ-36-J-8319 નંબરનું સ્પ્લેન્ડર બાઈક લઇ ઘરે પરત ફરતા હતા, તે સમયે કોયો સિરામીક જેતપર રોડ ઉ૫ર કુતરૂ આડુ પડતા હાર્દિકભાઈએ બ્રેક મારતા પાછળથી GJ-36-T-6881 નંબરનું ડમ્પર પુરઝડપે આવતા બાઈકને આગળ ઠોકર મારતા પડી જતા ડમ્પર તેના પર માથે ફરતા બનાવ સ્થળે જ તેમનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે સતીષભાઈ અણદાભાઈ ફેફર એ મોરબી તાલુકા પોલીસ મથકમાં તે ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે, પોલીસે ફરિયાદ નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

