HomeGujaratગુજરાતમાં જીએસટી સેવા સેન્ટરમાં ફેસ ઓથેન્ટીકેશન થી આધાર વેરીફીકેશનની શરૂઆત કરાઈ

ગુજરાતમાં જીએસટી સેવા સેન્ટરમાં ફેસ ઓથેન્ટીકેશન થી આધાર વેરીફીકેશનની શરૂઆત કરાઈ

રાજ્યમાં કર ચોરી કરતા કેટલાક શખ્સો દ્વારા એન કેન રીતે આર્થિક રીતે નબળા લોકોને નાણાકીય ફૂલોભન આપી કે અલગ અલગ સ્કીમો ના નામે તેમની પાસેથી આધાર કાર્ડ મેળવી લેવામાં આવે છે અને તેના રજીસ્ટર નંબર બદલી ખોટા દસ્તાવેજો ઊભા કરી બોગસ જીએસટી નંબર નોંધણી કરવામાં આવ્યું હોવાની અગાઉ અનેક ઘટનાઓ સામે આવી હતી. આવા બોગસ જીએસટી નંબરનો મિસ યુ કરી બોગસ આઈ.ટી પાસ ઓન કરવામાં આવતી હોવાથી રાજ્ય સરકારની તિજોરીને મોટું નુકસાન થતું હતું. ત્યારે જીએસટી વિભાગ દ્વારા આ પ્રકારની નુકસાની અટકાવવા અને નબળા લોકોના દસ્તાવેજ નો દુરુપયોગ થતો અટકાવવા બોગસ બિલ્ડીંગ પ્રવૃત્તિને અસરકારક રીતે ડામવા રાજ્ય વેરાવ દ્વારા જીએસટી સેવા સેન્ટરની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. જે મુજબ નવા નોંધણી નંબર મેળવવા ઈચ્છતા અરજદારોને પાસપોર્ટ સેવા કેન્દ્ર ની માફક જીએસટી સેવા કેન્દ્ર ખાતે રૂબરૂ બોલાવવામાં આવશે અને તેઓના આધાર ઓથેન્ટિકેસન તેમજ તેમના દ્વારા રજુ કરવામાં આવેલ પુરાવાઓની ખરાઈ કરી નોંધણી કરવામાં આવશે. આ રીતે તૈયાર કરવામાં આવેલી બ્લુ પ્રિન્ટ કેન્દ્ર સરકારમાં વિવિધ સ્તરે રજૂ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકાર દ્વારા આધાર બેસ્ટ બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન નો પાયલોટ પ્રોજેક્ટ ગુજરાત રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય સરકાર ના કર વિભાગ દ્વારા માત્ર 75 દિવસના ટૂંકા ગાળામાં 12 સ્થળોએ સ્ટેટ ઓફ ધ આર્ટ ની સ્થાપના કરવામાં આવી છે.

ગત તારીખ 7 નવેમ્બરના રોજ નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા આ જીએસકે સેન્ટર નો લોકાર્પણ કરાયું હતું તમામ 12 જીએસકે સેન્ટરમાં ખૂબ જ કાર્યદક્ષતા સાથે કામગીરી કરવામાં આવી હતી. અરજદારોને તેમની અનુકૂળતા મુજબ ટાઇમ પ્લોટ ફાળવી જીએસકે ની મુલાકાત લઈ શકે છે અને માત્ર 20 મિનિટમાં તેમના વેરિફિકેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવે છે.ઓથેન્ટિફિકેશનની આ કામગીરીના કારણે બોગસ નોંધણી નંબરની અરજીઓ ઉપર અસરકારક અંકુશ આવ્યો છે નવેમ્બર 2023 થી એપ્રિલ 2024 સુધીમાં નવી રજીસ્ટ્રેશન એપ્લિકેશનમાં 25% નો ઘટાડો જોવા મળ્યો છે. અગાઉ નવેમ્બર 2022 થી જુન 2023 દરમિયાન બે લાખ બે 140 જેટલી જીએસટી અંગેની નોંધણી માટે અરજી આવી હતી. જોકે જીએસકે સેન્ટર શરૂઆત થયા બાદ આવી અરજીઓમાં મોટાભાઈએ ઘટાડો આવ્યો છે અને નવેમ્બર 2023થી જૂન 2024 સુધીમાં 1, 52953 અરજીઓ મળી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW