મોરબીના ઘુંટુ ગામે રહેતા દેવજીભાઈ માલાભાઈ વોરા પોતાના ઘેર હોય તે દરમિયાન તેમના પુત્રો સાથે બોલાચાલી થઇ હતી. તે સમયે પડોશી આરોપી કિશન વિનુભાઈ કોળી દેવજીભાઈના ઘર પાસે ધોકો લઈને આવ્યો હતો અને ગાળો કેમ બોલો છો કહી ઝઘડો કરી દેવજીભાઈને લાકડાનો ધોકો ફટકારી દઈ સાહેદ ગીતાબેનને ધક્કો મારી પછાડી દઈ ફ્રેક્ચર જેવી ઇજા કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે એટ્રોસીટી એકટની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

