(1)મોરબીના લાતીપ્લોટમાં વર્લી ફીચરનો જુગાર રમતો શખ્સ ઝડપાયો
મોરબીના લાતીપ્લોટ શેરી નં.-13 માં વર્લી ફીચરનો જુગાર રમતો જાવીદભાઈ મહમદભાઈ શેખને પોલીસે ઝડપી લીધો હતો.તે શખ્સ પાસેથી કુલ રૂ.-2,700 નો મળેલ મુદામાલ પોલીસે જપ્ત કરી, તે શખ્સ વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(2)મોરબીના નવલખી રોડ પાસે ઇંગલીશ દારૂ સાથે શખ્સ ઝડપાયો
મોરબીના નવલખી રોડ પાસે પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન લાયન્સ સ્કુલ પાસે મહિન્દ્રા એસયુવી -300 કાર શંકાસ્પદ જાણતા તે ચારને અટકાવીને તપાસ કરતા મહિન્દ્રા એસયુવી -300 કારમાં રૂપિયા 600ની કિંમતની વાઇટ લેસ વોડકાની બે બોટલ સાથે હસમુખભાઈ ઉર્ફે હિતેશભાઈ રાજાભાઈ મકવાણાને પોલીસે ઝડપી લીધો હતો.તે આરોપીની કાર સહીત કુલ રૂ.- 5,00,600નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી તે શખ્સ વિરુદ્ધ મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(3)માળીયાના જેડાવાસમાં દેશી દારૂ સાથે ઈસમ ઝડપાયો
માળીયા પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે જેડાવાસમા રેડ મારતા આરોપી ફારુક દીલાવરના રહેણાંક મકાનમા દેશી દારૂ નો જથ્થો મળ્યો હતો. તેઆરોપી ના ઘરેથી દેશી દારૂ નો આથો અને દેશી દારૂ કુલ રૂ.-1600 મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.તે આરોપી સામે માળીયા પોલીસે ગુનાની નોધ કરી છે.
(4)મોરબીના ભડિયાદ ગામે મિલેનિયા સિરામિક કારખાનાના વોકળામાં પડી જતા અજાણ્યા યુવકનું મોત
મોરબીના ભડિયાદ ગામની સીમમાં મિલેનિયા સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરની પાછળ આવેલા વોકળાના ઊંડા પાણીમાં પડી જતા ડુબી જવાના કારણે અંદાજે 35થી 40 વર્ષના અજાણ્યા પુરુષનું મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગે દિનેશભાઈએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

