HomeGujaratમોરબીમાં પોલીસના સબ સલામતના દાવા,ખુદ વેપારીઓ ને રજૂઆત માટે ધારાસભ્યની સાથે આવવું...

મોરબીમાં પોલીસના સબ સલામતના દાવા,ખુદ વેપારીઓ ને રજૂઆત માટે ધારાસભ્યની સાથે આવવું પડ્યું !

રાજકોટ રેંજના ડી આઈ જી અશોક કુમાર યાદવ આજે મોરબી જિલ્લા ની મુલાકાતે આવ્યા હતા અને જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બાબતે જિલ્લાના પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી અને જિલ્લાના કાયદો વ્યવસ્થાની સ્થિતિ બાબતે ચર્ચા કરી હતી મીટીંગ પૂર્ણ થયા બાદ મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા દાવો કરવામાં આવ્યો હતો જે મોરબીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંતોષ કારક હોવાનો અને પદાધિકારીઓની સામાન્ય રજૂઆત હતી આ ઉપરાંત ભંગારના ડેલાનું ચેકિંગ કરવા અને તેની સ્થિતિ અંગે રીપોર્ટ કરવા તેમજ નોટિફિકેશન પાડવાની જરૂર પડશે તો કલેકટર સાથે વાત ચિત કરી આગળ પ્રકિયા કરાશે

જોકે સંકલન બેઠકમાં મોરબી માળિયાના ધારાસભ્ય દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી તે ખુદ પોલીસની કામગીરી કેટલી સંતોષ કારક છે તેમાં સવાલ ઉભા થયા છે મોરબી ધારાસભ્ય મોરબીના બુઢાબાવા શેરી વિસ્તારમાં દુકાન ધરાવતા વેપારીઓ સાથે સંકલન બેઠકમાં પહોચ્યા હતા જ્યા તેમણે પોલીસની કામગીરી સામે સવાલ કર્યા હતા કે આ બન્ને વેપારીઓર પર લુખ્ખા તત્વોએ હુમલો કરી ગંભીર ઈજા પહોચાડી હતી આ વિસ્તારમાં લુખ્ખા તત્વો અવાર નવાર ખોટી રીતે કનડગત કરતા હોય તો પોલીસ આવા તત્વો સામે એક્શન લે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી

પોલીસ પોતાની રીતે પીઠ થાબડી સબ સલામતના દાવા કરતી હોય તેવામાં આ વેપારીઓની રજૂઆત સામે આવતા રેન્જ આઈજી સામે એસપી અને તેમની ટીમ પદાધિકારી વચ્ચે ખોટી સાબિત થઇ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW