Sunday, July 7, 2024
HomeGujaratમંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ વાંકાનેરના પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના પ્રશ્નોની સમીક્ષા...

મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ વાંકાનેરના પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના પ્રશ્નોની સમીક્ષા કરી

મોરબી જિલ્લાની મુલાકાત દરમિયાન જળ સંપતિ, પાણી પુરવઠા, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ વાંકાનેર પ્રાંત કચેરી ખાતે વાંકાનેર તાલુકાના પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના વિવિધ પ્રશ્નો અને કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી.

આ બેઠકમાં મંત્રીએ વાંકાનેર જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના હેઠળ આવેલા ગામડાઓની વિગત મેળવી જે ગામોમાં પાણીનો પ્રશ્ન છે ત્યાં શું ક્ષતિ રહેલી છે તે જાણી ક્ષતિ નિવારવાની કામગીરી કરવા તેમજ ત્યાં સુધી પાણી માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરવા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી. વધુમાં મંત્રીએ પાણીની ચોરી અટકાવવા અને ગેરકાયદેસર જોડાણ ધ્યાનમાં આવે તો તેને તાત્કાલિક ધોરણે કાપવા પણ જણાવ્યું હતું.  જ્યાં પાણી પહોંચતું નથી તેવા ગામોમાં એજન્સીઓ દ્વારા ટેન્કર શરૂ કરાવી એજન્સીઓને નોટિસ આપવા પણ મંત્રીએ ભાર પૂર્વક સૂચના આપી હતી.

આ બેઠકમાં વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, વાંકાનેર પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવી, ગુજરાત રાજ્ય પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ રાજકોટ ઝોન -3 ના મુખ્ય ઈજનેર આર.એમ. મહેરિયા, મોરબી જિલ્લા પાણી પુરવઠા અધિકારી વાય.એમ. વંકાણી, વાંકાનેર મામલતદાર યુ.વી. કાનાણી, તાલુકા વિકાસ અધિકારી રિઝવાન કોંઢીયા, વાંકાનેરના પદાધિકારીઓ તેમજ પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના અધિકારીઓ ઊપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,667FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW