HomeGujaratમોરબીમાં મકાન ખાલી કરાવવા ગયેલ યુવકની હત્યા કેસમાં ઝડપાયેલા ૧ આરોપીને આજીવન...

મોરબીમાં મકાન ખાલી કરાવવા ગયેલ યુવકની હત્યા કેસમાં ઝડપાયેલા ૧ આરોપીને આજીવન કેદ

મોરબી શહેરનો કાનજીભાઈ લાભશંકર ચાઉં નામનો યુવાન તેના મિત્ર સુદામનું વીસીપરા વિસ્તારમાં એક વ્યકિતને ભાડે આપેલ મકાન ખાલી કરાવવા ગયા હતા જ્યાં સમીરશા ઉર્ફે ઈમ્તીયાઝ યાકુબશા અબ્દુલશા શાહમદાર અને સિકન્દર ઉર્ફે સિકલો ઉર્ફે ભૂરો અલ્લાઉદીન કટીયા નામના શખ્સે મળી કાનજીભાઈને મકાન ખાલી કરાવવા કેમાં આવ્યો તેમ કહી ઝઘડો કરી છરી મારી હત્યા નીપજાવી હોવાની બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી આ બનાવમાં પોલીસ જે તે સમયે આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા પોલીસે તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જસીટ ફાઈલ કરતા કેસ સેસન્સ કોર્ટમાં તબદીલ થયો હતો જ્યાં પ્રિન્સીપાલ સેસન્સ એન્ડ ડીસ્ટ્રીકટ જજ દેવધર સાહેબની કોર્ટમાં હિયરીંગ ચાલ્યું હતું જ્યાં સરકારી વકીલ વિજય કુમાર જાનીએ ફરીયાદી તરફી દલીલો કરી હતી અને ઘટનામાં 30 મૌખિક પુરાવા અને 24 લેખિત પુરાવા રજુ કર્યા હતા જેના આધારે કોર્ટે અરોપી સમીરશા ઉર્ફે ઈમ્તીયાઝ યાકુબશા અબ્દુલશા શાહમદારને આજીવન કેદ અને રૂ 10 હજારનો દંડ ફટકાર્યો હતો જયરે બીજા એક આરોપી સિકન્દર ઉર્ફે સિકલો ઉર્ફે ભૂરો અલ્લાઉદીન કટીયા શંકાનો લાભ આપી છોડી મુકાયો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW