ગુજરાત સરકાર દર વર્ષે વિવિધ ક્ષેત્રે અપાતા ભગવાન મહાવીર એવોર્ડ અનુસંધાને આ વર્ષ પણ ‘28 માં ભગવાન મહાવીર એવોર્ડ’ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. જે અન્વયે અરજી કરવાની છેલ્લી તારીખ 30 જુલાઈ 2024 છે.
આ એવોર્ડ 1. અહિંસા અને શાકાહાર ક્ષેત્રે, 2. શિક્ષણ ક્ષેત્રે, 3. તબીબ ક્ષેત્રે અને 4. સમાજ સેવા ક્ષેત્રે એમ 4 કેટેગરીમાં અપાય છે. જે અંગેની તમામ વિગતો www.bmfawards.org પરથી મેળવી શકાશે. જેથી 30 જુલાઈ 2024 સુધીમાં nominations.bmfawards@gmail.com પર નોમિનેશન કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

