મોરબી- રાજકોટ હાઇવે ઉપર છત્તર ગામથી ટંકારા સુધીના ગાળામાં માર્ગ અને મકાન વિભાગ પાસેથી કોન્ટ્રાકટ મેળવનાર ફરિયાદી નરેન્દ્ર કેશવજીભાઇ વિરડીયા એ જાહેરાત માટે રોડના ડિવાઈડર વચ્ચે લગાવેલા લોખંડની ફ્રેમ વાળા જાહેરાતના પાટિયા ગત તા.-25/06/2024 રોજ સાંજના સમયે કોઈ અજાણ્યો તસ્કર ચોરી જતા આવા 70 બોર્ડની ચોરી કરી અજાણ્યો તસ્કર રૂ. 1,05,000 ની માલમતાની ચોરી કરી જતા જાહેરખબરનો કોન્ટ્રાકટ રાખનાર કોન્ટ્રાકટરે આ બાબતે ટંકારા પોલીસ મથકમાં તે તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે, પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

