Sunday, July 7, 2024
HomeGujaratસેન્ટ્રલ GST કચેરીમાં CBI ત્રાટકી રૂ.2.5 લાખની લાંચ મામલે એક અધિકારી સકંજામાં

સેન્ટ્રલ GST કચેરીમાં CBI ત્રાટકી રૂ.2.5 લાખની લાંચ મામલે એક અધિકારી સકંજામાં

રાજકોટમાં રેસકોર્ષ રીંગરોડ ઉપર આવેલ સેન્ટ્રલ જીએસટી કચેરીમાં સી.બી.આઇ. દ્વારા રેડ કરવામાં આવતા કચેરીમાં ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. સીજીએસટીના એક અધિકારીએ રૂ.2.5 લાખની લાંચની માંગણી કર્યાના મામલે સીબીઆઇ દ્વારા ગઇકાલ સાંજથી સીજીએસટી કચેરીમાં ઓપરેશન હાથ ધરાયું છે અને જીએસટીના એક કલાસવન ઓફિસરને સકંજામાં લીધા હોવાનું જાણવા મળે છે.

મળતી માહિતી મુજબ મોરબીના સિરામીક ઉદ્યોગગૃહના સંચાલક પાસેથી સેન્ટ્રલ જીએસટીનાં નવીન ધનખડ નામના અધિકારીએ રૂ. 2.5 લાખની લાંચ માંગ્યાનો ફરીયાદના પગલે સીબીઆઇ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી. ટેકસ ક્રેડીટ આપવા અથવા તો રિફંડ આપવા માટે રૂ. 2.5 લાખની લાંચ માંગવામાં આવી હતી. જેના પગલે ગઇકાલે સાંજથી સીબીઆઇની ટીમ સેન્ટ્રલ જીએસટીની રેસકોર્ષ રિંગરોડ ઉપર આવેલી કચેરી ખાતે ત્રાટકી અને જેની સામે લાંચ માંગવાની ફરીયાદ છે તે નવીન ધરખડ નામના અધિકારીની પુછપરછ કરવા ઉપરાંત અન્ય અધિકારીઓ કર્મચારીઓના નિવેદન લીધા હોવાનું જાણવા મળે છે.

લાંચ માંગતા અધિકારીની સાંજ સુધીમાં સીબીઆઇ ધરપકડ બતાવે તેવું સુત્રોમાંથી જાણવા મળે છે. આ ઉપરાંત સમગ્ર પ્રકરણની વિગતો પણ સાંજ સુધીમાં સતાવાર રીતે જાહેર કરવામાં આવનાર છે.હાલ સેન્ટ્રલ જીએસટી કચેરીમાં બહારના વ્યક્તિઓનેનો એન્ટ્રી કરી દેવામાં આવી છે અને સીબીઆઇના અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,667FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW