HomeGujaratવાંકાનેરના નવા લુણસરીયા ગામે ઢોર બાંધવા મુદ્દે મારામારી

વાંકાનેરના નવા લુણસરીયા ગામે ઢોર બાંધવા મુદ્દે મારામારી

વાંકાનેરના નવા લુણસરીયા ગામે શેઢે ઢોર નહિ બંધવાનું કહેતા ભાઈ, ભાભી અને ભત્રીજા સહિતના ત્રણ આરોપીઓએ ભાઈ ઉપર જ હુમલો કર્યો,વાંકાનેરના નવા લુણસરીયા ગામમાં રહેતા ચતુરભાઈ તેજાભાઈ જીંજરીયાએ આરોપી સોમાભાઈ તેજાભાઈ જીંજરીયાને પોતાની વાડીના શેઢા પાસે માલઢોર નહિ બાંધવા બાબતે કહેતા આરોપી સોમાભાઈને સારું ન લાગતા તેના હાથમાં રહેલ લોખંડના ધારિયા વડે ચતુરભાઈને માર મારી ઈજા કરી તેમજ છાતીના ભાગે માર મારી ઈજા કરી તેમજ આરોપી સંજયભાઈ સોમાભાઈ જીંજરીયા એ તેના હાથમાં રહેલ લોખંડના ધારિયા વડે ચતુરભાઈને કાનની બુટ તથા ડોકના ભાગે ઈજા કરી તેમજ આરોપી સોમાભાઈ તેજાભાઈ જીજરીયા, સંજયભાઈ સોમાભાઈ જીંજરીયા અને પાચુંબેન સોમાભાઈ જીંજરીયા ને જેમ ફાવે તેમ ગાળો આપી હથીયાર વડે ઈજા કરતા ચતુરભાઈએ આ ત્રણ શખ્સો વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે,પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW