સગી દીકરી પર નજર બગડ્યા હોવાની આશંકા રાખી હત્યા કર્યા બાદ મચ્છુ નદીમાં બાઈક સાથે બાંધી ફેંકી દીધો
માળિયા મિયાણા શહેરના હાંજીયાસર વિસ્તારમાં એક ચોકાનારી ઘટના સામે આવી છે જેમાં પત્ની તેના ભાઈ સાથે મળી પતિને પેહલા ઊંઘમાં બેભાન થવાની ગોળી ચા ભેળવી પીવડાવી દાઈ બેભાન કર્યો હતો બાદમાં ચૂંદડી વડે ગળે ટૂંપો દઈ પતાવી દીધો હતો.આટલે થી બન્ને ભાઈ બહેન અટક્યા ન હતા અને મૃતક ને રીક્ષામાં લઇ ગયા હતા અને તેના બાઈક સાથે બાંધી મચ્છુ નદીમાં ફેંકી દઈ પુરાવાનો નાશ કરવા પ્રયાસ કર્યો હતો જોકે .મૃતદેહ મળી આવ્યા બાદ પ્રાથમિક દૃષ્ટિએ સામાન્ય મોત લાગતા પીએમ અર્થે માળિયા સિવિલ બાદ રાજકોટ ફોરેન્સિક લેબમાં ખસેડવામાં આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.પોલીસે બનાવ અંગે આરોપી પત્ની અને તેના સાળા વિરૂદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવની મળતી માહિતી મુજબ માળિયા મિયાણા શહેરના હંજિયાસરમાં રહેતા હાજી અબ્દુલ મોવર નામના 55વર્ષીય આધેડની ગઈ કાલે મચ્છુ નદીના તલાવડાના પાણી.માંથી એક છેડો ગળાના ભાગે બાંધેલો જ્યારે બીજો છેડો બાઈક સાથે બાંધેલ હાલતમાં મળી આવતા પોલીસે તાત્કાલિક ઘટનસ્થળે પહોંચી હતી અને ઘટના અસામાન્ય મોત લાગતા તાત્કાલિક મૃતદેહ પ્રથમ માળિયા સિવિલ હોસ્પીટલમાં ખસેડ્યા બાદ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડ્યા હતા જતા મૃતક ને ગળાના ભાગે ટૂંપો દીધા હોવાનું તેમજ મોટા પ્રમાણન ઊંઘની ગોળી દીધા હોવાનું સામે આવ્યું હતું જે બાદ પોલીસે પરિવારની પૂછ પરછ હાથ ધરતા સમગ્ર ભાંડો તરત જ ફૂટી ગયો હતો. હાજી અબ્દુલ મોવરની હત્યા અન્ય કોઇ એ નહિ પણ ખુદ તેની પત્નીશેર બાનું હાજી મોવર અને સાળા ઇમરાન હેદર મોવર એ જ કરી હોવાનું સામે આવ્યું હતું.મૃતક અબ્દુલ મોવરે તેની સગી દીકરી પર નજર બગાડી હોવાની આશંકા જતાં પત્નીએ પિત્તો ગુમાવ્યો હતો અને પતિનું કાસળ કાઢી નાખવાનું નક્કી કર્યું હતું જે બાદ તેના ભાઈને તેમાં સાથે રાખી પહેલા ચા અને ખોરાકમાં ઊંઘની ગોળી દઈ બેભાન કરી દિધો હતો બાદમાં ગળાનાં ભાગે ચૂંદડી વડે ગળે ટૂંપો દઈ પતાવી દીધો હતો અને બાદમાં તેને મચ્છુ નદી સુધી લઈ ગયા હતા અને પકડાઈ ન જવાની બીકે બાઈક સાથે બાંધી દઈ મચ્છુ નદીમાં ફેંકી દીધો હતો.બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે મૃતકના પુત્ર સાહિલ હાજી મોવર સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આં અંગે વધુ તપાસ પી એસ આઈ એન એમ ગઢવી ચલાવી રહ્યા છે.

