મોરબીમાં મોડી રાત્રે જૂની અદાવતમાં યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાઈ મોરબીના ખાટકીવાસ વિસ્તાર શનિવાર રાત્રે જૂની અદાવતમાં એક યુવકની અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષણ હથિયારના ઘા ઝીંકી દેવાતા ગંભીર હાલતમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવની જાણ થતાં મોરબી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી મૃતક નું નામ તોફિક ઉર્ફે ભઈલો ચાનીયા હોવાનું સામે આવ્યું છે .

