HomeGujaratહળવદ નજીક ટ્રકમાં રાજસ્થાનથી માટીની આડમાં દારૂ – બિયર ના જથ્થા સાથે...

હળવદ નજીક ટ્રકમાં રાજસ્થાનથી માટીની આડમાં દારૂ – બિયર ના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી એલસીબી ટીમ હળવદ-મોરબી ચોકડી પાસે વોચમાં હોય તે દરમિયાન ટ્રકમાં માટીની આડમાં વિદેશી દારૂ ની બોટલો અને બીયર ટીન મળી કુલ રૂ.-6,18,280 નો મુદામાલની હેરાફેરી કરતા એક શખ્સને પકડી પાડ્યો હતો.  

એલસીબી ટીમને બાતમી મળી કે, RJ-27-GB-2539 નંબરના ટ્રક રાજસ્થાનથી આવતી  માટી ની આડમાં વિદેશી દારૂનો જથ્થો મોરબી તરફ આવવાનો છે. આ મળેલ બાતમીના આધારે એલસીબી ટીમ હળવદ-મોરબી ચોકડી ખાતે વોચમાં હોય તે દરમિયાન તે સ્થળેથી પસાર થતા RJ-27-GB-2539 નંબરના ટ્રકને અટકાવીને તલાસી લેતા માટી ભરેલ ટ્રેઇલરના નીચેના ચોરખાનામાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવતા ટ્રક ચાલકને તખતસિંગ શંભુસિંગ ચુંડાવત નામના  રાજસ્થાન વાળાને પકડી પાડ્યો હતો. ટ્રક ચાલક આરોપીને પૂછપરછ કરતા જણાવ્યું કે, દારૂનો આ જથ્થો મોરબીના મુસ્તાક નામના શખ્સનું નામ ખુલ્યું હતું.

તે ટ્રેઇલરના નીચેના ચોરખાનામાંથી જોની વોકર વ્હીસ્કીની બોટલો નંગ-48 કિંમત રૂ.-86400, સિગ્નેચર રેર વ્હીસ્કીની બોટલો નંગ-24 કિંમત રૂ.-19680, કીંગફીશર બીયરના ટીન નંગ-72 કિંમત રૂ.-7200 તેમજ અન્ય મુદામાલ મળી કુલ રૂ. 6,18,280 નો મુદામાલ કબ્જે કરી હળવદ પોલીસે તે ટ્રક ચાલકને પકડી અને ફરાર  મુસ્તાક બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW