Sunday, July 7, 2024
HomeGujaratમોરબીના પંચવટી ગામમાં નિવૃત ફોરેસ્ટ ઓફિસરે ગામના યુવાનો સાથે મળી 100 વધુ...

મોરબીના પંચવટી ગામમાં નિવૃત ફોરેસ્ટ ઓફિસરે ગામના યુવાનો સાથે મળી 100 વધુ વૃક્ષોનું વાવેતર કર્યું 

પર્યાવરણ જતન કરી ગામને હરિયાળું બનાવવા પહેલ કરાઈ 

માળિયા મિયાણા તાલુકાના ખીરઈ ગામમાંથી અલગ અસ્તિત્વમાં આવેલા પંચવટી ગામમાં વસતા અને મોરબી વન વિભાગમાં રેંજ ફોરેસ્ટ ઓફીસર તરીકે ફરજ બજાવી નિવૃત થયેલા ફોરેસ્ટર ચમનભાઈ સાણજા એ ગામના યુવાનો નીલેશભાઈ સાણજા રોહિતભાઈ પ્રદીપભાઈ તેમજ પંચવટી યુવા ગ્રુપ સાથે મળી ગામને હરિયાળું બનાવવા પ્રયાસ શરુ કરવામાં આવ્યા છે અને ગામમાં ,મુખ્ય માર્ગો, સરકારી ખરાબા તેમજ બગીચા એમ અલગ અલગ સ્થળો  એક સાથે 104 જેટલા વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું છે અને તેના જતનની જવાબદારી લીધી છે.

ખરઈ ગામ વર્ષોથી પ્રકૃતિની જતન કરતું ગામ રહ્યું છે ભૂતકાળમાં જયારે ગામમાં ઘર દીઠ ત્રણ વૃક્ષ વાવેતર અને તેના જતન કરવાનું ગામ લોકોએ બીડું ઝડપ્યું હતું ને લગભગ 750 જેટલા વૃક્ષનું વાવેતર કરાયું હતું જેમાંથી આજે મોટાભાગાના રોપ ઘટાદાર વૃક્ષ બની ગામને છાયડો આપી રહ્યા છે. 

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,667FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW