HomeGujaratવાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં 15 જુલાઈ સુધી પ્રવેશબંધી

વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં 15 જુલાઈ સુધી પ્રવેશબંધી

મોરબી જિલ્લાના પોલીસ અધિકારી અને કર્મચારીઓની બીજા તબક્કામાં પૂન: ફાયરીંગ પ્રેક્ટીસ માટે વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી તારીખ 15/07/2024 સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. જે. ખાચર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

આ જાહેરનામાં અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં તારીખ 15/07/2024 સુધી જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-188 હેઠળ શિક્ષાપાત્ર થશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW